5 - પ્હોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો / શ્યામ સાધુ


પ્હોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો,
ઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો.

હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ,
‘ને આમ જો જુઓ તો વળી પળ મહીં હતો.

પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,
કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો.

-વિસ્મય અને અભાવ અહીં બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.

છે ચેતના થકીજ ન હોવાની લાગણી,
લાગે છે : ખૂલ્લી આંખ તણાં છળ મહીં હતો.


0 comments


Leave comment