27 - માત્ર મળીએ એટલો સંબંધ છે / શ્યામ સાધુ


માત્ર મળીએ એટલો સંબંધ છે,
દ્વાર ખુલ્લાં છે અને ઘર બંધ છે.

કોઈના દર્પણમાં દેખાયા નહીં,
કોણ જાણે ક્યા ઋણાનુબંધ છે !

માંડ એકાદી મળી પળ દેખતી,
આમ તો મારો સમય પણ અંધ છે.

કૈં ન હોવામાં કશું હોવું રહ્યું,
કેટલાં વિસ્મય હજી અકબંધ છે !

યાદનો મેં એટલે આદર કર્યો,
પાંખને આકાશથી સંબંધ છે.


0 comments


Leave comment