25 - પીંછા જેવા ખરશે પડઘા / શ્યામ સાધુ


પીંછા જેવા ખરશે પડઘા,
શબ્દે શબ્દે તોળું પંખી.

પ્હાડોની દીવાલો તોડો,
પેલી પાનું ખોળું પંખી.

અંધારાને ક્યાંથી મળશે?
રાતું, પીળું ધોળું પંખી.

ઘડિયાળોને બંધ કરી દો,
ડંકે ઉડશે ટોળું પંખી.

આષાઢે ગભરાઈ ગયું છે,
સાત અશ્વનું ભોળું પંખી.


0 comments


Leave comment