10 - આંખમાં વન, હાથમાં રણ દઈ દીધું છે / શ્યામ સાધુ


આંખમાં વન, હાથમાં રણ દઈ દીધું છે,
તેં ય દીવાનાને દર્પણ દઈ દીધું છે.

તું કમળ’ને જળની વચ્ચે શું જુએ છે?
પારદર્શક ભીનું સગપણ દઈ દીધું છે.

પળના પડછાયાને પ્હેરું શી રીતે હું?
તેં ય જ્યાં હોવાનું પહેરણ દઈ દીધું છે.

તે ઋતુના હાથમાં ફૂલો મૂક્યાં તો,
મેં ફૂલોને એનું વળગણ દઈ દીધું છે.

એક બીજું આભ આંજી આંખમાં તે
કેટલા વિસ્મયનું કારણ દઈ દીધું છે.


0 comments


Leave comment