33 - તું ચરણની ટેવને સમજી શકે તો / શ્યામ સાધુ


તું ચરણની ટેવને સમજી શકે તો,
દૂરતા મૂંગી નથી, બોલી શકે તો.

હું હજુ એકાંતને પીતો રહું છું,
શબ્દને સમજાવજો, છલકી શકે તો.

વસ્ત્રમાં ડાઘા સમા દિવસો ઊગે તો,
કોઈ શી રીતે પછી પ્હેરી શકે તો?

આ સતત અવસાદનો વરસાદ વરસે,
આવનારા આવજે, આવી શકે તો !

હા, થશેની હોડીઓ તરતી રહેશે,
તું કશુંક કરવાનો દરિયો પી શકે તો!


0 comments


Leave comment