14 - મૌનની લિપિ ઉકેલી દો પ્રથમ / શ્યામ સાધુ


મૌનની લિપિ ઉકેલી દો પ્રથમ,
તો પછી કૈં શબ્દ જેવું બોલીએ.

વાદળી ફૂલોનાં દિવસો તે છતાં,
ગંધને ઝીલ્યા વગરનાં જીવીએ !

કેટલાં સ્મરણો હતાં-એકે નથી,
સાવ નિર્જનતામાં જાણે ચાલીએ.

અંધકારે મહેકતા નભને પૂછો,
બારમાસી ફૂલને ક્યાં શોધીએ ?

શ્વાસના રસ્તા અહીં પૂરા થયા,
દ્વાર મૃત્યુનાં કહો તો ખોલીએ.


0 comments


Leave comment