11 - આકાશ જેવી યાદને ઓઢી રહ્યો છું હું / શ્યામ સાધુ
આકાશ જેવી યાદને ઓઢી રહ્યો છું હું,
આ જો કે સુર્ય કેટલા ઊંચકી રહ્યો છું હું.
પડછાયો હોય તોય તે પ્હેરી શકાય પણ,
કહેવાય છે : હવા મહીં પ્રગટી રહ્યો છું હું.
જળમાં ઝૂકેલ ડાળ સમી છે જ લાગણી,
અમથું તમારા નામને અડકી રહ્યો છું હું.
એકેય અર્થ કેમ પૂરો પ્હોંચતો નથી?
પડઘાની જેમ ક્યારનો રઝળી રહ્યો છું હું.
આ જો કે સુર્ય કેટલા ઊંચકી રહ્યો છું હું.
પડછાયો હોય તોય તે પ્હેરી શકાય પણ,
કહેવાય છે : હવા મહીં પ્રગટી રહ્યો છું હું.
જળમાં ઝૂકેલ ડાળ સમી છે જ લાગણી,
અમથું તમારા નામને અડકી રહ્યો છું હું.
એકેય અર્થ કેમ પૂરો પ્હોંચતો નથી?
પડઘાની જેમ ક્યારનો રઝળી રહ્યો છું હું.
0 comments
Leave comment