36 - આજેય મારું મૌન પરિચય વગર રહ્યું / શ્યામ સાધુ
આજેય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.
હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.
મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.
કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.
મારી ઉદાસ રાતનાં કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.
હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.
મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.
કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.
મારી ઉદાસ રાતનાં કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.
0 comments
Leave comment