26 - ઉદાસીઓના અર્થ કોણ કરે? / શ્યામ સાધુ


ઉદાસીઓના અર્થ કોણ કરે?
અમસ્તા બીજા સૂર્ય કોણ કરે?

-ચરણનું નામ કમળ હોઈ શકે,
ફૂલોની સંગે શર્ત કોણ કરે?

-વિહગની જેમ ઊડે ઊડવા દો,
સમયની પાંખે સ્પર્શ કોણ કરે?

તમે ઋતુ ઋતુના રંગ હતા,
તમારો શોક-હર્ષ કોણ કરે?

હતું જુદાઈનું ય ઋણ ઘણું,
‘મળ્યાં નહીં’નો મર્મ કોણ કરે?


0 comments


Leave comment