8 - પીળાં ને લાલ ફૂલના રંગો જ હોય છે / શ્યામ સાધુ


પીળાં ને લાલ ફૂલના રંગો જ હોય છે,
ખૂશ્બો તો એના ચિત્રસમી એક હોય છે.

આકાશ જેવી યાદને ઓઢી ફર્યા કરું,
આંખો મીંચું કે એક બીજો સૂર્ય હોય છે.

કૈં યાદ જેવું હોય અને હોય પણ નહીં,
ભૂલી જવાના અર્થ બધાં એમ હોય છે.

તમને ગમે એ ફૂલ ખરી જાય ડાળથી,
મૃગજળ સમા ઘણાંય અહીં દૃશ્ય હોય છે.

દર્પણમાં ચાંચ મારીને ચકલી ઊડી જતાં,
આંખોમાં કોઈ સૂની સૂની યાદ હોય છે.


0 comments


Leave comment