29 - મ્હેલ પત્તાંનો અધૂરો કાલનો / શ્યામ સાધુ
મ્હેલ પત્તાંનો અધૂરો કાલનો,
ક્યાં ગયો ખોવાઈ એક્કો લાલનો?
આવ તારા સ્પર્શનો મહિમા કરું,
પ્હેરી લઉં જ્વાળામુખી હું વ્હાલનો.
મારું શું, યાયાવરી પંખી સમો,
તું જ તરસ્યો દરિયો સો સો સાલનો.
ગુલમહોરી ટેવ ! વારી જાઉં હું,
રિક્તતા મ્હેંકી, અનુભવ કાલનો.
ક્યા ગુલાબી શ્હેરની રોનક વધી,
ક્યાં ઝીલાયો ભાવ તારા ખ્યાલનો?
ક્યાં ગયો ખોવાઈ એક્કો લાલનો?
આવ તારા સ્પર્શનો મહિમા કરું,
પ્હેરી લઉં જ્વાળામુખી હું વ્હાલનો.
મારું શું, યાયાવરી પંખી સમો,
તું જ તરસ્યો દરિયો સો સો સાલનો.
ગુલમહોરી ટેવ ! વારી જાઉં હું,
રિક્તતા મ્હેંકી, અનુભવ કાલનો.
ક્યા ગુલાબી શ્હેરની રોનક વધી,
ક્યાં ઝીલાયો ભાવ તારા ખ્યાલનો?
0 comments
Leave comment