31 - લોહીમાં જઈ ભળ્યું તે તું / શ્યામ સાધુ
લોહીમાં જઈ ભળ્યું તે તું,
સ્વપ્ન થઈ જે ઢળ્યું તે તું.
તું પવન-પાતળી કાયા,
આંખથી ઓગળ્યું તે તું.
પળ મહીં પાર થઇ જાતું,
યુગ લગી સાંકળ્યું તે તું !
ક્યાં નગરજન કશું સમજે?
પાંપણે પ્રજ્વળ્યું તે તું.
શ્વાસ પણ આછર્યા અંતે,
ના મળ્યું, ના મળ્યું તે તું.
સ્વપ્ન થઈ જે ઢળ્યું તે તું.
તું પવન-પાતળી કાયા,
આંખથી ઓગળ્યું તે તું.
પળ મહીં પાર થઇ જાતું,
યુગ લગી સાંકળ્યું તે તું !
ક્યાં નગરજન કશું સમજે?
પાંપણે પ્રજ્વળ્યું તે તું.
શ્વાસ પણ આછર્યા અંતે,
ના મળ્યું, ના મળ્યું તે તું.
0 comments
Leave comment