12 - આપો દીવાલોને આધાર જેવું / શ્યામ સાધુ


આપો દીવાલોને આધાર જેવું,
શોધ્યા કરું હું ય સંસાર જેવું.

તોડી શકું મૌન ! તારા કવચને,
વૃક્ષો કરે જો નિરાધાર જેવું.

હાંફી ગયા શ્વાસ ઊંડાણના કૈં,
ચારે તરફ શૂન્ય ભેંકાર જેવું.

વેરાન થઈ કોઈ શોધે વસંતો,
રણમાં મળે ક્યાંથી પાનાર જેવું?

જંપો જરી વાયરાઓ અષાઢી,
આભે જુઓ થાય આકાર જેવું.


0 comments


Leave comment