17 - સૂરજનો વણઝારો હમણાં / શ્યામ સાધુ


સૂરજનો વણઝારો હમણાં,
નભના ઘરમાંથી નીકળશે.

મેં પીળકને પૂછ્યું તો કે’,
ટહુકાતો રેતીમાં મળશે !

પથ્થર શા શબ્દો ને અગ્નિ,
અવાજનું સોનું પીગળશે.

સોનહરણ સપનાં દોડાવો,
રાત અચાનક રણમાં ઢળશે.

હરિયાળીનાં તૃણ ફરકતા,
ઝાકળમાં કિરણો નીંગળશે.


0 comments


Leave comment