36 - લીલાલાલબ્લ્યૂ / રમેશ પારેખ


ભૂંસો રંગ ઘેરા લીલાલાલબ્લ્યૂ
બને જર્દ ચહેરા લીલાલાલબ્લ્યૂ

કળી જન્મતાંવેંત છે કેદમાં
છે ફૂલોના લીલાલાલબ્લ્યૂ

છે પથ્થર તો એક જ બધે, દોસ્તો
ભલે હોય દહેરા લીલાલાલબ્લ્યૂ

છે લૂણો પછીતેથી પાયા સુધી
દીવાલે ઠઠેરા લીલાલાલબ્લ્યૂ

વસ્યાં શ્હેરના નામે મૃગજળ અહીં
ને નાખ્યા છે ડેરા લીલા લાલ બ્લ્યૂ

હે સંતો, અગાસીય ખુલ્લી નથી
છે ફરતા કઠેરા લીલાલાલબ્લ્યૂ

સફર પારદર્શક છે કોની, રમેશ
છે ફરવાના ફેરા લીલાલાલબ્લ્યૂ

(૧૯-૦૯-૧૯૬૮ – શુક્ર)


0 comments


Leave comment