7 - એકાંત સંગે ફરી આથડ્યું ઘર / શ્યામ સાધુ


એકાંત સંગે ફરી આથડ્યું ઘર,
ખંડેર જેવું જુઓ થૈ પડ્યું ઘર.

ધુમ્મસ સમી યાદ ઘેરાઈ જાતાં,
સૂરજ વિહોણું થઈને નડ્યું ઘર.

ભીંતે સતત મૌન લીંપાયા કરતું,
ભીની ક્ષણોનીય સામે પડ્યું ઘર.

શેરી, મહોલ્લાં અને ગામ આખું,
કરતા ફરે વાત : કેવું રડ્યું ઘર.

આવ્યા તમે એવો આભાસ થાતાં,
ઓચિંતું આકાશે જાતું અડ્યું ઘર.


0 comments


Leave comment