76 - પરદેશીનું ગીત / રમેશ પારેખ


ચકલીની હૂંફભરી છાતીએ લખીને સખી, મારો સંદેશો તને મોકલું

અહીંથી ઊડીને તારાં લોહી સુધી પહોંચે
તે હૂંફ કંઈ સાહજિક લાગે
કાગળનું જંગલ તો એટલું અવાવરું
કે મારગ જોઉં ને બીક લાગે
સૂરજના તાપ તળે સળગી ગયેલી મારી ચીસોની મેશ તને મોકલું

દર્પણ પાસેથી એમ થાઉં પસાર
જેમ રણમાં હો વાયરો ફૂંકાતો
પાણીને સ્પર્શવાથી દાઝી ગયેલ
એક માણસ તરીકે ઓળખાતો

ખોવાતાં ખોવાતાં બાકી રહેલ એક માણસની શેષ તને મોકલું

(૦૫-૧૨-૧૯૭૦ / શનિ)


0 comments


Leave comment