77 - વિદાયગીત / રમેશ પારેખ


બીજું શું કહું ?
તમે જાવ છો તો જાવ, હવે અમને ન સાંભતો સારું
કાચ કાંઈ કાચ મટી જતો નથી કોઈ દી
કાચમાં તિરાડ પડે તેથી
પાણીનું પોત હોય પાણી જેવું જ
ભરો દરિયેથી કે ભરો કૂવેથી
પાણીને ટેવ હોય આછરી જવાની, ભલે ડહોળે, પાણીને ડહોળનારં

કોયલ કાણી કલરવનું એવું ખાબોચિયું નથી
કે દુષ્કાળ પડ્યે ખૂટે
સગપણના દરિયામાં લેણદેણ નામનો
પરપોટો થાય અને ફોટે
પાણીની સાથે અમે પથ્થરને સંકાલ્યો તો પથ્થર થઈ ગયો પાણિયારું

(૦૨-૦૫-૧૯૭૩ / મંગળ
૦૯-૦૫-૧૯૭૩ / બુધ
૧૨-૦૫-૧૯૭૩ / રવિ
૧૫-૦૫-૧૯૭૩ / બુધ
૨૭-૦૫-૧૯૭૩ / રવિ)0 comments


Leave comment