79 - આરસના મોર / રમેશ પારેખ


ચોમાસું ચીતરે માળો ઘનઘોર
વન હઈએ તો એવું કલ્લોલીએ...
અમે આરસના મોર કેમ બોલીએ ?

પાંદડાંમાં સૂસવતો લીલોછમ થડકારો
ખખડાવે ભીડ્યાં કમાડને,
જાળીએ બેસીને અમે ઓગળતો ભાળીએ,
મીણ જેમ આઘેરા પ્હાડને;
વલવલતા ખોરડાની ડાળ અમે ઓરડો પાળ્યો :
કમાડ કેમ ખોલીએ ? – અમે ....

ઢોળ્યા ઢોળાય નહિ ટોડલા
ને ઘૂઘવતું ખોબે બંધાઈ રહે પાણી,
નભમાંથી ધોધમાર વરસે
ને વાત રહે નેવાંથી કેટલી અજાણી ?
તરણાની જેમ અમે હળવાંફૂલ હઈએ તો –
ગાંડાતૂર વાયરામાં ડોલીએ – અમે...

(૧૯૬૯)0 comments


Leave comment