86 - સાંજ પડી / રમેશ પારેખ


રે આ સાંજ પડી આંગણમાં.
અનરાધારે જેમ ધખધખતો તાપ પડે છે રણમાં

ગોખદીવાના અજવાળાને પાંખ નથી કે ઊડે,
જરાતરા લંબાવું એનું એકલતામાં બૂડે;

કોઈ આવતું એમ આવતાં આંસુઓ પાંપણમાં...રે.

અજવાળાનાં સાત પગથિયાં રોજ ચડી સમણાંમાં,
લપસેલી બે આંખોનો ઉઘાડ થતો હમણાં-માં;

કોણ હંસને કહે, ફટકિયાં આ મોતીને ચણ મા...રે.

(૧૩-૦૨-૧૯૭૧ / શનિ
૨૦-૦૩-૧૯૭૧ / શનિ
૨૮-૦૩-૦૯૭૧ / રવિ)0 comments


Leave comment