90 - હે દરિયા, જેટલા / રમેશ પારેખ


હું મારી ઓસરીને કાંઠે વસેલ કોઈ ગામ, હે રામ

દરિયા વીંધીને અહીં નાંગરતાં વ્હાણ
કદી મોર કદી પોપટ-ની વાતનાં
ડૂબેલા ખારવાના વાવડ આવે છે હવે
ધ્રાસકાની ખેપ લઈ રાતના
જેનો ઉલ્લેખ થાય દંતકથા વચ્ચે એ ટાપુમાં અધવચ્ચે આમ, હેરામ

અહીંયાં મકાન નથી કોઈ ઝાડપાન નથી
રૈયત કે ભાન નથી એટલે
નેજવું કરીને કોણ નીરખે કે અમે અહીં
કોનાથી દૂર છીએ કેટલે
પગરવનું ઝાંઝવુંય હોત તો તો હોત મારા હે દરિયા, જેટલા પ્રણામ, હે રામ

(૨૨-૦૭-૧૯૭૧ / ગુરુ
૨૮-૦૮-૧૯૭૩ / રવિ)0 comments


Leave comment