40 - અછાન્દસ ગઝલ / શ્યામ સાધુ
શ્રીમાન अ કે શ્રીમાન ब
શ્રી આ ભઈ કે શ્રી તે ભઈ,
અહીંતો કોઈપણ તારો પાડોશી,
હોઈ શકે અવાજ.
પારેવાં બિચારાં ભોળાંભસ,
ફરરર ઉડે,
શબ્દો સામે સજ્જ મોઢાં વકા સે,
પાંખ વગરનો પર્યાય અવાજ.
બાળકના પહેરણ જેવું તો,
નથી આકાશ,
કાગળી હોડી, હાથ હલેસાં,
ગંજા વગરની ગાય અવાજ !
શહેર વચાળે મઝમાં કરતાં,
ફરે, અર્થના લોકો
વ્હેંચે ચોક્ખી ચણક દવા દાંતની,
શરમનો માર્યો મરે અવાજ.
અહીં નથી, તહીં નથી,
કશે જ નથી કદાચ....
આજે અથવા કાલે, કે સાતમને સોમવારે,
સહુને મળે અવાજ.
શ્રી આ ભઈ કે શ્રી તે ભઈ,
અહીંતો કોઈપણ તારો પાડોશી,
હોઈ શકે અવાજ.
પારેવાં બિચારાં ભોળાંભસ,
ફરરર ઉડે,
શબ્દો સામે સજ્જ મોઢાં વકા સે,
પાંખ વગરનો પર્યાય અવાજ.
બાળકના પહેરણ જેવું તો,
નથી આકાશ,
કાગળી હોડી, હાથ હલેસાં,
ગંજા વગરની ગાય અવાજ !
શહેર વચાળે મઝમાં કરતાં,
ફરે, અર્થના લોકો
વ્હેંચે ચોક્ખી ચણક દવા દાંતની,
શરમનો માર્યો મરે અવાજ.
અહીં નથી, તહીં નથી,
કશે જ નથી કદાચ....
આજે અથવા કાલે, કે સાતમને સોમવારે,
સહુને મળે અવાજ.
0 comments
Leave comment