58 - સવારે… / શ્યામ સાધુ


શિયાળો
ઊતરી આવ્યો છે
ગુલમહોરની ડાળે ડાળે.
દૂર દૂર લંબાતા રસ્તાઓની
મિજાજી ઘૂસરતા
લહેરાઈ રહી છે
હવાઓમાં.
શેતૂરનાં વૃક્ષની આસપાસ
ઊડતા
ભારદ્રાજ પંખીઓના અવાજો ય
આવકારી રહ્યા છે
પૂવીર્ય તડકાને.
મને થાય છે:
તમેય ચૂંટી લીધાં હશે
ઋતુઓના લીલાંછમ લીલાંછમ
પડછાયે
મારી કામનાઓનાં નામ....


0 comments


Leave comment