103 - પગ ડાબાને ખૂણે / રમેશ પારેખ


પગ ડાબાને ખૂણે પગરખું ખટકે તો પગ જમણાને શું ?
ભાઈ-ગામ કે બાપ-બામ કે આજ-કાલ કે હમણાંને શું ?

છડેચોક એક સણસણતી ખજવાળ હુલાવી દીધી, હોહહો...
બેટમજીએ ભીંત જેટલી ભીંત ભુલાવી દીધી, હોહહો...

હોહહો - બોહહો કરે અગર ના કરે છતાં વિટમણાને શું ?

અરે, આવડો ઢગ્ગો લાંબોતૂસ લપડ લપડાયો, ખીખ્ખી...
ખતુમતુ ખંડૂસ ખપડ ખંડૂસ ખપડ ખપડાયો, ખીખ્ખી...

ભાંગી ભુક્કો અવરત કરવત થાય સોંસરું જાય તોય તે લમણાંને શું ?

(૨૫-૧૧-૧૯૭૪ / સોમ)0 comments


Leave comment