105 - મારા ચ્હેરાનું ઘરેણું / રમેશ પારેખ


મારા ચ્હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા
અમરેલી શ્હેર જેવું અમરેલી શ્હેર
મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા...

કોણ જાણે ક્યાંથી આ નાસિકામાં છાંયડામાં
દોમદોમ તાણી છે રાવટી
ભીતરનું ભોપાળું નીકળ્યું કે અસ્સલમાં
એક એક તંત છે બનાવટી
કોઈ નથી કરતું પડપૂછ, મને ખમ્મા...

ખોંખારા મારવાથી હિમ્મત રહે છે અને
લાગે છે વાહવા ને દાદુ
બાકી તો માછલી બતાવે છે રેતીના –
રાફડામાં જીવવાનો જાદુ
ધીંગાણું કોણે જોયું છ્ ? મને ખમ્મા...

(૩૧-૦૧-૧૯૭૬ / શનિ
૦૫-૦૩-૧૯૭૬ / શુક્ર)0 comments


Leave comment