106 - મા ડાળખીજીની ગરબી / રમેશ પારેખ


તમે કિયા તે વનના છોરુ રે, માતા ડાળખીજી
તમે ઊગ્યાં ન કોઈ દી ઓરું રે, માતા ડાળખીજી

મારું વાંઝિયામ્હેણું ટાળો રે, માતા ડાળખીજી
મને ફાગણમાં ભડભડ બાળો રે, માતા ડાળખીજી

મને પંખીની જેટલુંક બેસણું દ્યો મા ડાળખીજી
મારી પાંસળીઓ પંપાળી દિયો, મા ડાળખીજી

મારી પીડાનું કોઈ નામ પાડો રે, માતા ડાળખીજી
મારી ખાંભીને પાંદડાં ઉગાડો રે, માતા ડાળખીજી

(૨૨-૦૮-૧૯૭૧ / રવિ)0 comments


Leave comment