51 - પત્થરોને ચાંદની ડસતી રહી / આદિલ મન્સૂરી
પત્થરોને ચાંદની ડસતી રહી,
રાત ખૂણામાં ઊભી હસતી રહી.
શ્વાન તો પોઢી ગયાં મધરાતનાં,
ને ગલી એકાન્તની ભસતી રહી.
મન, જે એના સ્પર્શને ઝંખી રહ્યું,
આંખ એના હેમને કસતી રહી.
આંખ તો ક્યારેય સૂકાઈ નહીં,
ને હૃદયમાં ભેખડો ધસતી રહી.
મારા પડછાયાને હું ધકકેલતો,
એની છાયા લઈને એ ખસતી રહી.
સેંકડો આવ્યા અને ચાલ્યા ગયા,
તોય દુનિયામાં ઘણી વસ્તી રહી.
અંતકાળે લેશપણ પીડા નથી,
જીંદગીભર મોતની મસ્તી રહી.
રાત ખૂણામાં ઊભી હસતી રહી.
શ્વાન તો પોઢી ગયાં મધરાતનાં,
ને ગલી એકાન્તની ભસતી રહી.
મન, જે એના સ્પર્શને ઝંખી રહ્યું,
આંખ એના હેમને કસતી રહી.
આંખ તો ક્યારેય સૂકાઈ નહીં,
ને હૃદયમાં ભેખડો ધસતી રહી.
મારા પડછાયાને હું ધકકેલતો,
એની છાયા લઈને એ ખસતી રહી.
સેંકડો આવ્યા અને ચાલ્યા ગયા,
તોય દુનિયામાં ઘણી વસ્તી રહી.
અંતકાળે લેશપણ પીડા નથી,
જીંદગીભર મોતની મસ્તી રહી.
0 comments
Leave comment