111 - સમ્મળી બોલે છે ચિલ્લીલ્લીલ્લી / રમેશ પારેખ


સમ્મળી બોલે છે ચિલ્લીલ્લીલ્લી...
થાળી વગડાવો કે થઈ છે ઓધાનવતી વાંઝણીભઠ્ઠ અમરેલ્લીલ્લીલ્લી...

પહેલા વરસાદનો આ એવો છે ઠાઠ હોય જાણે કે પોતે મેવાડ
માણસને બદલે જ્યાં સૂંઘું ત્યાં મ્હેક મ્હેક મીરાંઓ ખોલતી કમાડ

વરસ્યું છે ઠેઠ મારા ચંપલમાં સ્વર્ગ : નથી પગમાં ભોંકાતી કોઈ ખીલ્લીલ્લીલ્લી...

અહીંયાં રમેશ હતો, ક્યાં ગયો ? અરે...એ તો કલરવનું રેબઝેબ પૂમડું
ઉજ્જડ બખોલમાં તાજુંતાજું જન્મ્યું છે લાગણીનું બચ્ચું રતૂમડું

તમને પલળવાનું બહાનું શોધે છે, નામ વિનાની નદીઓ હઠીલીલ્લીલ્લી...

(૨૯-૦૧૨-૧૯૭૫ / સોમ
૦૫-૦૨-૧૯૭૬ / ગુરુ
૧૦-૦૨-૧૯૭૬ / મંગળ)


0 comments


Leave comment