112 - સમળી બોલ્લે ચિલ્લીલીલી / રમેશ પારેખ


સમળી બોલ્લે ચિલ્લીલ્લીલ્લી...
આજ આ મને નહીં આ મારી ફૂંકને જુઓ, છે ને (કોઈ ડાળખી જેવી) લીલ્લીલ્લીલ્લી...

ધૂળમાં દોડે ઝરણાં જેવાં છોકરાંઓમાં આંખ બોળું ત્યાં ડૂબવા લાગે વાડ
એટલું વ્હાલું માના ચ્હેરા જેટલું વ્હાલું, લાગતું છાણું, ખોરડું, ઠૂંઠૂં ઝાડ

કાંકરા ફેંકું ? નદીએ દોડું ? ખોરડે ચડું ? સીટીઓ મારું ? ઝાડ ઝંઝેડું ? ખભે આખ્ખા ધોધને લઉં ઝીલ્લીલ્લી...

પકડો, લૂંટી જાય છે મારી આંખનાં રતન હે એ એ...આ ટાબરાં કે આ સસલાં કે વરસાદ
જળનાં ઢેફાં માર્ય મા, એલા કોણ છો ? અંતરિયાળ આ મારી નંદવાણી મરજાદ

પગ ખોવાઈ જાય ને એને ગોતતાં હું ખોવાઉં, ને મને ગોતતાં ખોવાઈ જાય આખ્ખી અમરેલ્લીલ્લીલ્લી...

(૩૧-૦૧-૧૯૭૬ / શનિ
૦૫-૦૨-૧૯૭૬ / ગુરુ)


0 comments


Leave comment