10 - સામાં મળ્યા તો એમની નજરો ઢળી ગઈ / આદિલ મન્સૂરી


સામાં મળ્યા તો એમની નજરો ઢળી ગઈ
રસ્તા મહીં જ આજ તો મંઝિલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી,
દુઃખનો જરાક તાપ અડ્યો ઓગળી ગઈ.

મારાથી તો એ આંસુ વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળીગઈ..

કહેતી ફરે છે બાગમાં એકેક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઇ.

મન કલ્પનામાં ચૌદે ભવન ઘૂમતું રહ્યું,
દ્રષ્ટિ ક્ષિતિજ સુધી જઈ પછી વળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નીકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની, તું રાહમાં ક્યાંથી મળી ગઈ ?


0 comments


Leave comment