125 - પ્રશ્ન / રમેશ પારેખ


મૂળ તો હું એક અધર્મ
પણ તેં મને મીઠોપીળો રંગ છાંટ્યો
સેકેરિનમાં બોળ્યો
મને બરફગોળો બનાવ્યો
પૈસેપૈસે સરિયામ વેચ્યો

હવે ચસ ચસ ઓગળું છું

મારા સંદર્ભમાં રચાયેલા
આ અધર્મ નાદ
વસમા થપ્પડ છે
મારા વાંક વિના મારામાં ધર્મ ઠોકી બેસાડ્યો
ખીલાની જેમ.
હવે
આસ્તિકના આ બચ્ચાઓ વચ્ચે
અને
તેમનાં આંખકાનપગજ્ઞાન વચ્ચે
હું છોલાયા કરું છું...
સતત...

મારા પિતૃઓ, તમારું શું થયું હતું ?

(૨૬-૧૧-૧૯૭૧ / શુક્ર)0 comments


Leave comment