74 - તોડી નાખો / આદિલ મન્સૂરી


તોડી નાખો
દિશાઓની દીવાલોને,
કાપી નાખો
ક્ષિતિજની આંગળીઓ,
બાળી નાખો
સાગરની વિશાળતા,
ચીરી નાખો
તિમિરનાં પડછાયા,
અને પછી
પાષાણની ગુફાઓમાં
જતા રહો.


0 comments


Leave comment