8 - વિફલતાનો વિજય / જયેન્દ્ર શેખડીવાળા
રક્તમાં કારણ સમયનું સળવળે
શબ્દનું પાતાળ આખું ખળભળે
એક ક્ષણને ઓળખીયે ના શકું
કે સ્વજન જેવાં વરસ આવી મળે
આ ઉદાસીના બધા અર્થો સતત
લ્યો, તમારા નામમાં જઇને ભળે
સામટાં ફૂલો ખરે છે આંખથી
ક્યાંક મારા સ્વપ્નની મોસમ ઢળે
જિંદગી સૂરજમુખીનું ફૂલ છે -
લાગણીયે સાંજની માફક છળે
આ નગર તો છે વિફલતાનો વિજય
પાનખર પ્હેરીને માણસ ઝળહળે
0 comments
Leave comment