9 - ટોળું હંસનું... / જયેન્દ્ર શેખડીવાળા

હજી હમણાં જ પ્હાડોમાં પરિચય આથમ્યો તારો
હજી હમણાં જ ટોળું હંસનું દોડી ગયું નભમાં

હજી હમણાં જ ઊગ્યો ચંદ્ર તારા નામની પાછળ
હજી હમણાં જ ટોળું હંસનું દોડી ગયું નભમાં

હજી હમણાં જ ઝાકળમાં કિરણ પગરવને પામ્યું ‘તું
હજી હમણાં જ ટોળું હંસનું દોડી ગયું નભમાં

હજી હમણાં જ મારો જીવ ઝૂલ્યો’તો ઓ વાદળમાં
હજી હમણાં જ ટોળું હંસનું દોડી ગયું નભમાં

હજી હમણાં જ પાતાળે પ્રવેશી એક ઘટનાને
હજી હમણાં જ ટોળું હંસનું દોડી ગયું નભમાં

0 comments

Leave comment