10 - કદી તો- / જયેન્દ્ર શેખડીવાળા
કદી તો પ્રલય નીકળશે તારા અવાજમાંથી
સદીનો સમય પીગળશે તારા અવાજમાંથી
અહીં કલ્પવૃક્ષ જેવો ઊગ્યો વિચાર તારો
અને જો દિશાઓ ઊઘડી પથ્થરના શ્વાસમાંથી
બની હું ગયો છું પથ્થર જળનો ભૂરો પ્રવાહી
હશે શિલ્પમાં તું ઢળશે, શાહીના પ્રાસમાંથી
મળ્યું પથ્થરો વિશેથી ખરવાનું ધોધ જેવું
મળ્યું વહી જવાનું સગપણ અટક્યા પ્રવાસમાંથી
હવે આ ક્ષિતિજ ભૂરી રુંવાટી આ ત્વચાની
હવે આછઆછો હુંયે પ્રગટું પ્રકાશમાંથી
0 comments
Leave comment