11 - ડિંગણી ગઝલ / જયેન્દ્ર શેખડીવાળા
(છંદ – રેણકી)
ઝરમર પળભર ગગન અકળ પર
સરવર મનભર પવન કમળ પર
કલરવ બનબન તરસ વહત ગઈ
રસભર સરવર વહન અજળ પર
પળભર પગરવ સમય અરવ છળ
ગહવર ભરભર મનન અ-પળ પર
નગર અધર પર નગર ડસત હઈ
ધરધર અટકળ અગન વમળ પર
ઝળઝળ બરસત બરફ હરફ બન
મનહર મરમર નયન સ-જળ પર
0 comments
Leave comment