12 - હું તિરાડોમય / જયેન્દ્ર શેખડીવાળા


હું તિરાડોમય તરસનું શિલ્પ એવું કોતરું -
પથ્થર ઉપર પગલું પડતાં પગલું બંબાકાર બને

ટેરવાં, નખ ને રુંવાટી લે સમાધિ તે પછી
લમ્બાતી ઇચ્છાઓ જેવું હાથ રુએ ભેંકાર, અને

કોઇ મોક્ષેચ્છા તમસ ઘેરી શકે જો સૂર્ય થઇ
ઝળહળવાની ટેવ પડે તો જીવજી ! આરંપાર તને

ડાધ મારી શાહીનો ડંખે મને (આ)શ્લેષમાં...
(ચટાપટાળી કોઇ કવિતા) કાગળ દે ફુત્કાર મને

ઘાસની દૂંટી ઉપરના લય પ્રકંપોમાં ઢળી
કવિરાજને લોપીગોપી તડકાજી તુષાર બને



0 comments


Leave comment