13 - દર્પણ જેવો રે / જયેન્દ્ર શેખડીવાળા


તું તડકો ને તડકો તો છે ઝળહળ દર્પણ જેવો રે
કોઇ ચકલી ચાંચમાં અજવાળું લઇને ફરફરે

શાહીનું ટીપું મોહકતાનું સૂરજવરણું છીંડું રે
જ્યાં સ્વયંભૂ સ્તબ્ધ સ્ત્રોવરની કવિતા આછરે

મર્મી માણસને સંભોગે વિચારવંતી નદિયો રે
ગર્ભદ્વારોમાં પ્રગટતી તેજરેખા થરથરે

કાગળમાંથી ઉડે સફેદી એમ જાતને લોપું રે
કંઠમાં ટપકું ભૂસાતું જોઇ કાગળ કરગરે

કવિછવિને લૂછીભૂંસી સચરાચરમાં વ્યાપું રે
મૌનમાં નિર્મનપણાની રુદ્ધ ઇચ્છા સંચરે



0 comments


Leave comment