14 - લખો / જયેન્દ્ર શેખડીવાળા


આ રક્તના નગરની ભીંત પર મને લખો
હું થઇ ગયો કવિતા : મને ક્યાંય પણ લખો

હું સૂર્યનું સુવાસમાં પલટાતું તેજ છું
આ ફૂલ શી ત્વચા ઉપર તુષારથી લખો

મારા પ્રકાશમાંથી હવે જે ન સંભવે
એવો પ્રવાસ રાતના ઉજાસ પર લખો

એના વિચારને હું મળ્યો છું ક્ષિતિજ પર
મારા ચરણનું નામ દિશાઓમાં જઇ લખો0 comments


Leave comment