17 - બોલે સતત કશું / જયેન્દ્ર શેખડીવાળા


ભાષા વગરના બોલથી બોલે સતત કશું
ટોળે વળી રહ્યું છે મારી આસપાસ શું ?

હું છું કમળ વિશે પૂરાયેલો અવાજ પણ
તારો અવાજ શક્ય છે આકાશ આજનું...

પડઘો ઉગ્યો છે માત્ર પૂરવમાં પ્રકાશનો
અજવાશ તો ગઝલપણું છે સ્તબ્ધ સાંજનું...

ઝરણાનું મૂળ શોધવાની ઝંખનામાં મેં
કાગળ ઉપર ચીતરી દીધું છે મૌન પ્હાડનું...

સોગંદ અંધ આંખના કે તું સમેટી લે
બારી ખૂલે ને તારું મને આભ આપવું...0 comments


Leave comment