18 - એક મુસાફર / જયેન્દ્ર શેખડીવાળા
કોઇપણ તારીખ જેવો હું અવાંતર
યા સમયનું માનવી નામે રૂપાંતર
દોસ્ત ! મારા નામને ચ્હેરો નથી, ને
દર્પણો થઇને ઊભા સાતે સમંદર
ઓગળ્યો છું હું સતત એવી ક્ષણોમાં
જે ક્ષણો પામી કવિતામાં સ્થળાંતર
આ વિષાદી વાદળોના પૂરમાં હું
ખૂબ તણાયો છું સમજ, મારી જ અંદર
આ નગરનાં વૃક્ષ મારી લાગણી છે
પાન અમથું તોડશો મા, ઓ મુસાફર !
છો ભવોભવ શ્વાસ સંબંધી અમારા
કો'ક દિ' એનેય છોડીશું સદંતર
0 comments
Leave comment