19 - ઓસથી દરિયા સુધી / જયેન્દ્ર શેખડીવાળા


ક્ષણનાં રહસ્યો પામવાનો આ પ્રતાપ છે
કે ઓસથી દરિયા સુધી મારો જ વ્યાપ છે

પ્રસરી જવાનું તપ ધર્યું છે શાને ઓ હૃદય !
શું લોહીમાં સંકોચથી જીવ્યાનું પાપ છે !

આ રંગ, પીંછી, દ્રશ્ય, અનુભૂતિ વ્યર્થ છે -
નિર્મમપણે અસ્તિને ચીતરવાનો શાપ છે

બાળકની જેમ જોઇ શકું છું હવે તને
પયગમ્બરી મિજાજની આંખમાં છાપ છે

હું એક શ્રદ્ધાથી મને વળગી રહ્યો અહીં
કે કાળનો પ્રવાસ પણ અંતે અમાપ છે



0 comments


Leave comment