61 - સૂર્યથી શ્હેર સળગવા લાગે / આદિલ મન્સૂરી


સૂર્યથી શ્હેર સળગવા લાગે
ઘર બધાં ઓગળી વહેવા લાગે.

ચાંદની લોહીમાં ઠરવા લાગે,
રાતની પાંપણો ઢળવા લાગે.

કાચબા જેમ સમયનું સરવું,
દિવસો વીતતા મહિના લાગે.

આંખ મીંચાય પછી ના ઉઘડે,
એનાં સપનાં બહુ લાંબા લાગે.

દૂરથી દરિયો ન લાગે મૃગજળ
ઝાંઝવા દૂરથી દરિયા લાગે.

એ દીવાનાઓ અટકશે ક્યાં જઈ?
મંઝિલો જેમને રસ્તા લાગે.


0 comments


Leave comment