21 - તિલસ્માતી છે કલમ / જયેન્દ્ર શેખડીવાળા
તિલસ્માતી છે કલમ એથી જ હું ઓળંગું પ્રલય,
તુર્યસ્થાને શબ્દ મૂકીને હું ઓળંગું સમય
હું સરિસૃપકાળથી ઋતુમાં આવું છું અહીં,
તે છતાં નાં રક્ત પામું છું ણ ઓળંગું વલય
તું પૂષાના સ્વેદથી આસક્ત કુંતા હોય છે –
એ ક્ષણે હું પુષ્પમાં પ્રગટીને ઓળંગું મલય
હે પ્રપા ! સાંનિધ્ય તારું હો તૃષાના દેશમાં
તું નહીં આવે અગર – આકંઠ ઓળંગું નિલય
જલતરંગોની ગતિમાં ઊતરે ઝંઝાનિલો –
એ સ્થિતિમાં સ્થિર મનનો લાવ, ઓળંગું જ, લય
તૂર્યસ્થાને = ચાર અવસ્થાઓમાંથી અંતિમ અવસ્થાએ
0 comments
Leave comment