24 - સુરદાસ નામે શહેરમાં / જયેન્દ્ર શેખડીવાળા


ક્યાં છે કલિંગ અવાજનું ? ક્યાં છે ભૂમિ ઊષર ?
હમણાં કટક તિમિરનું ઊતરશે મન ઉપર...

દ્રશ્યો બધાં કપૂરની માફક ઊડી જશે -
સુરદાસ નામે શ્હેરમાં કંઇપણ કહ્યા વગર

તત્ક્ષણ નદીના શ્વાસમાં મોતી પરોવજે
સ્વીકારી લઇને આભની ઝબકી જતી નજર

મેં પણ ત્યજી દીધો છે મને એ અજબ રીતે
જાણે ત્યજી ગયું છે મને શ્વાસનું નગર

માણસ, પવનને પાંખ હોવાની જ કલ્પના
બાકી, ગગનના સ્પર્શનીજુ જ છે અસર



0 comments


Leave comment