25 - આદિપુરુષની ગઝલ / જયેન્દ્ર શેખડીવાળા


બ્રહ્માંડના કોઇ ખૂણેથી હાથ લંબાવ્યો હતો
હું મને મુઠ્ઠી ભરીને શબ્દમાં લાવ્યો હતો

સૂર્ય, તારી સાંજ મારા શ્વાસમાં અકબંધ છે
મેં બધે મારો અગોચર રંગ રેલાવ્યો હતો

આ નભસગંગા બધી પડધા છે મારા શબ્દના
કોઇ કાળે મેં મને કોઇ શ્લોક સંભળાવ્યો હતો

બ્રહ્માંડના શઢ ફાડવા ફેલાઇ જઇને શબ્દમાં
મેં અનંતોનંત મારો ભેદ સમજાવ્યો હતો

ફૂંક મારું તો ઊડી જાશે સકળ બ્રહ્માંડ આ
પણ શરત સાથે મને ઇશ્વર અહીં લાવ્યો હતો



0 comments


Leave comment