27 - ગઝલના ચોતરા / જયેન્દ્ર શેખડીવાળા
કંઠ સુક્કો, લોહી લીલું કાફિયા કાળોતરા
તરવરે છે આંખ સામે કૈં ગઝલનાં ચોતરા
અન્ધકાર-ઓ-તેજના બાંધુ રદિફ-ઓ-કાફિયા
આ કવિતા છે ગઝલનાં અર્થ કૈ આગોતરા
તું ગઝલ ને સાંજનું આકાશ થરાક્યા લોહીમાં
સ્હેજ ડૂબ્યો જો ગઝલમાં શ્વાસ આ સાંજોતરા
ક્યાંક ચાંદરણાં થઇ પ્રસર્યા નિશિગંધી સ્મરણ:
શબ્દશ્યામા રાતમાં ઊગ્યાં દિવસ પાછોતરા
સૂર્યની ઝળહળ તરસમાંથી નીકળતી હું નદી
જઈ ભળું છું થઇ ગઝલમાં ચીતરા ને ઓતરા
0 comments
Leave comment