28 - મોક્ષ નામક વાસના / જયેન્દ્ર શેખડીવાળા


લાગણી ઝાકળ રૂપે અહીંયા મળે
કોઇ કહે છે કે નિશાચરને થીજેલું જળ છળે

રે, સમજના એકચક્રી રાજ્યમાં -
આપણા વિસ્મયનું બાળક ક્યારનુંયે ટળવળે

શબ્દને ચહેરો કે પડછાયો નથી
મોક્ષ નામક વાસના લૈ અર્થ વાંસામાં બળે

હું વિધિવશ છું સમય માટીપગો
કાર્ય-કારણનું પગેરું આમ તો દરિયે મળે

લ્યો, કમળ જેવી કવિતાની કડી
કે અચિંતાનું હ્રદયમાંથી સરોવર નીકળે.



0 comments


Leave comment