31 - મોગરાની કળીને / જયેન્દ્ર શેખડીવાળા


આજ મોગરાની કળીને ઊગી છે મ્હેંક...

કેસૂડો આંખોમાં છંટાયો હોય અને ફૂલો ચૂંટાવાનું તને મન હો,
લ્હેરાવું લ્હેરાવું જોઈ ચારેકોર તને થાય કે તું ભીનો પવન હો,
આજ ઝરણાએ પ્હેરી છે હરણાંની ઠેક...
આજ મોગરાની કળીને ઊગી છે મ્હેંક...

એકાદું ગીત તારે થઇ જાવું હોય ત્યાં જ રિમઝિમ મલ્હાર કોઈ છેડે,
રગરગમાં રેલે આકાશ, રાગરાગિણી ભાનસાન ભૂલે તું કેડે,
આજ ગાવું તે દૈયડના ટહુકા અનેક...
આજ મોગરાની કળીને ઊગી છે મ્હેંક...

માનતા પૂનમનો વરસ્યો વરસાદ અને અજવાળાં ફાટફાટ રેલ્યાં, કે તું ?
નીતરતી ચાંદની તો લથબથ અવાજ, તને સાંભળે કે સાંભળે છે તું?
આજ આંખો તે ઝરમર ઉજાગરાની ગ્હેંક....
આજ મોગરાની કળીને ઊગી છે મહેંક....


માનતા પૂનમનો = માનતા માનેલી પૂનમનો0 comments


Leave comment