35 - પ્રથમ પ્રણયાનુભૂતિનું ગીત / જયેન્દ્ર શેખડીવાળા


સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહૂકાની...
છેદ પડ્યો છે છરકમ્ છરકમ્, હેમખેમ છે અકબંધ પ્હાની...

ટહુકો લસલસ પગમાં પેઠો
સણકાવત્ ઉંબર પર બેઠો
સખિયન ! ટહુકો મેલો હેઠો
જિયાઝૂલણ કંપારી વેઠો

લોહી હાલ્યા રે અચરમ્ પચરમ્ રાગ પધાર્યા ધિન્ ધિન્ તાની...
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની...

પહેલી નથ તું પ્હેરું
ત્યારે પ્હેલવારકી મૂછ ઊતારું
છબછબિયું અંધારું
વ્હે ત્યાં સોળ કળાએ ડૂબકી મારું

જળ બિરાજ્યા જિયરા હારે રાધે વાત કરે વનરાની...
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની...



0 comments


Leave comment